કોરોનાનો આતંક: રાજ્યસભા ચૂંટણી ટળી, 26મી માર્ચે હતું મતદાન
કોરોના મહામારીના પ્રકોપના કારણે રાજ્યસભા ચૂંટણીને હાલ ટાળવાનો નિર્ણય લેવાયો છે. મળતી માહિતી મુજબ ચૂંટણી પંચ બહુ જલદી નવી તારીખોની જાહેરાત કરશે. સાત રાજ્યોની 18 રાજ્યસભા બેઠકો માટે 26મી માર્ચના રોજ મતદાન થવાનું હતું.
નવી દિલ્હી: કોરોના મહામારીના પ્રકોપના કારણે રાજ્યસભા ચૂંટણીને હાલ ટાળવાનો નિર્ણય લેવાયો છે. મળતી માહિતી મુજબ ચૂંટણી પંચ બહુ જલદી નવી તારીખોની જાહેરાત કરશે. સાત રાજ્યોની 18 રાજ્યસભા બેઠકો માટે 26મી માર્ચના રોજ મતદાન થવાનું હતું.
કહેવાય છે કે હવે દેશમાં કોરોના વાયરસનો પડકાર ખતમ થયા બાદ જ ચૂંટણી હાથ ધરાશે. અત્રે જણાવવાનું કે 17 રાજ્યોની કુલ 55 રાજ્યસભા બેઠકો એપ્રિલમાં ખાલી થઈ રહી છે. આમાંથી હરિયાણા, હિમાચલ પ્રદેશ, સહિત અનેક રાજ્યોની મોટાભાગની બેઠકો પર નિર્વિરોધ ચૂંટણી થઈ. ફક્ત 18 રાજ્યસભા બેઠકો માટે મતદાન દ્વારા ચૂંટણી થવાની હતી.
જુઓ LIVE TV
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube